વડોદરામાં શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર - વડોદરા ન્યુઝ
વડોદરાઃ જિલ્લાના ડેસર તાલુકાના પ્રતાપ પુરા ગામે ખાટલામાં સુતેલા 40 વર્ષીય ઇસમનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ હતી. મળતી માહિતી મુજબ કોઈ અજાણ્યા ઈસમોએ બોથડ પદાર્થ વડે હત્યા કરી હોવાનુ પોલીસ અનુમાન લગાવી રહી છે. આ ઘટનાને લઇને પોલીસ તપાસ કરી રહી છે કે ઇસમની ક્યા કારણોસર હત્યા કરાઇ છે જેને લઇને આગળની તપાસ હાથ ધરી છે.