ભરૂચના એક દંપત્તિએ પોતાના ઘરે 500 સ્ક્વેર ફૂટ જગ્યામાં નર્સરીનું નિર્માણ કર્યું - ભરૂચના તજા સમાચાર
ભરૂચ: શહેરના હાર્દ સમા પાંચબત્તી વિસ્તારમાં આવેલા અંકુર ફ્લેટ્સમાં રહેતા રોબટ પરમાર અને તેમના પત્ની સવિતા પરમારે તેમના ઘરે 500 સ્ક્વેર ફૂટ જગ્યામાં નર્સરીનું નિર્માણ કર્યું છે. જેમાં 60 આયુર્વેદિક સહિત કુલ 185 રોપાનો ઉછેર કર્યો છે. આ દંપત્તિને ઘણા વર્ષોથી વૃક્ષો ઉછેરવાનો શોખ હતો અને બાદમાં તેમણે ધીમે ધીમે રોપાનો ઉછેર કરવાનું શરુ કર્યું હતું. આજે આ નર્સરીમાં કુલ 185 વૃક્ષ અને રોપા ઉછરેલી હાલતમાં છે. જેમાંથી 65 રોપા માત્ર આયુર્વેદિક છે. જે આ કોરોના કાળમાં રોગ પ્રતિકારક શક્તિ વધારવામાં ઉપયોગમાં આવી શકે છે. આ ઉપરાંત દંપત્તિએ વિદેશી ફ્રૂટનો પણ ઉછેર કર્યો છે. જેના પણ અનેક આરોગ્યલક્ષી ફાયદાઓ છે.