વિશ્વ ડાયાબીટીશ દિવસે ગોધરામાં ચેકિંગ કેમ્પ યોજાયો - panchmahal news
પંચમહાલઃ જિલ્લામાં ગુરૂવારે વિશ્વ ડાયાબીટીશ દિવસ નિમીતે લાયન્સ કલબ અને જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગ દ્રારા ડાયાબીટીશ અને હાઈપર ટેન્શનની તપાસણી કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં ગોધરા શહેરની વિવિધ જગ્યા જેમ કે, જીલ્લા પંચાયત કેમ્પસ, પોલીસ હેડક્વાટર, એસઆરપી ગ્રુપ, શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, અંકલેશ્વર મહાદેવ રોડ વિસ્તારમાં ડાયાબીટીશ ચેકિંગ કેમ્પનુ આયોજન કરવામા આવ્યુ હતુ. એસઆરપી ગ્રૂપ ખાતે રાખવામાં આવેલા કેમ્પમાં SRPના જવાનોએ અને તેમના પરિવારજનોએ પણ તપાસ કરાવી હતી. આ કેમ્પમાં ગોધરા શહેર અને આસપાસના લોકોએ તપાસ કરાવી હતી. લાયન્સ ક્લબના પ્રમૂખ ઇન્દ્રવદન પરમાર અને તેમની ટીમ તેમજ આરોગ્ય શાખાના કર્મચારીઓએ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.