પોરબંદરમાં ઇદે મિલાદ-ઉન-નબીની ભવ્ય ઉજવણી કરાઇ - ઇદે મિલાદ-ઉન-નબીની જૂલુસ કાઢી ઉજવણી
પોરબંદરઃ રવિવારે ઇસ્લામ ધર્મના સ્થાપક મહાન પયગંબર હઝરત મોહમ્મદ મુસ્તુફા સલ્લલ્લાહો અલયહે વસલ્લમના યોમે વિલાદત જન્મદિવસ નિમિતે ભવ્ય ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. પોરબંદરના મુસ્લિમ સમાજ દ્વારા શનિવારે શહેરની દરેક મસ્જિદોમાં સુશોભિત લાઇટીંગ ડેકોરેશન કરવામાં આવ્યું હતું અને રાત્રે ઇશાની નમાઝ બાદ મુબારકની ઝિયારત અને નૂરાની કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. જ્યારે રવિવારે સવારે 9.30 કલાકે શહેરની સુન્ની મુસ્લિમ સંસ્થા અને સોની અંજુમને ઇસ્લામ સંસ્થા દ્વારા દર વર્ષની જેમ એક વિશાળ જુલૂસ શરીફ હઝરત મીરા પીર બાદશાહ રહેમતુલ્લાહ અલયહેના મઝાર શરીફથી શહેરના મુખ્ય માર્ગો પર નીકળી હતી અને જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજના બિરદારો જોડાયા હતા અને આ જૂલુસનું ભવ્ય સ્વાગત પોરબંદરના રાજકીય આગેવાનો સહિત લોકોએ પણ કર્યું હતું. પોરબંદરમાં મિલાદ-ઉન-નબીની ઉજવણી ધામધુમથી કરાઇ હતી.