મહીસાગર જિલ્લા રોજગાર કચેરી દ્વારા ફેસબુકના માધ્યમથી કારકિર્દી માર્ગદર્શન સેમીનાર યોજાશે - કેરિયર કાઉન્સિલીંગ
મહીસાગર : જિલ્લા રોજગાર કચેરી દ્વારા ફેસબુક લાઈવના માધ્યમથી કેરિયર કાઉન્સિલીગ 24 જૂનના રોજ રાખવામાં આવેલું છે. જેમાં મહિસાગર જિલ્લાના યુવાનો માટે ફેસબુક પર આર્મી, પેરામિલેટ્રી અને પોલીસ ફોર્સ પર માર્ગદર્શન આપવામાં આવશે. જેનો જિલ્લાના યુવાનોને લાભ લેવા જિલ્લા રોજગાર અધિકારીએ અનુરોધ કર્યો છે.