ગુજરાત

gujarat

ETV Bharat / videos

નડીયાદ નજીક નેશનલ હાઈવે પર કારમાં લાગી આગ, બે વ્યક્તિનો આબાદ બચાવ - ખેડા અપડેટ

By

Published : Nov 12, 2020, 10:53 PM IST

નડીયાદઃ અમદાવાદ-વડોદરા નેશનલ હાઈવે પરથી ગુરુવારે બપોરના સમયે એક I20 કાર પસાર થઈ રહી હતી. જે દરમિયાન નડિયાદ નજીક ગુતાલ ચોકડી પાસે ચાલતી કારમાં અચાનક આગ લાગી હતી. સામાન્ય આગે થોડા સમયમાં ભીષણ આગનું સ્વરૂપ પકડ્યું હતું. જેમાં સમગ્ર કાર બળીને ખાખ થઈ હતી. ઘટનાને પગલે ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા ફાયર બ્રિગેડે ઘટના સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવવા પ્રયાસ કર્યો હતો. જો કે તે પહેલા કાર સંપૂર્ણ બળીને ખાખ થઈ હતી. સદનસીબે કારમાં સવાર બે વ્યક્તિનો આબાદ બચાવ થયો હતો.

ABOUT THE AUTHOR

...view details