પોરબંદરના જ્યુબેલી પુલ નજીક NDRFના જવાનોને લઈને જતી બસમાં અચાનક આગ લાગી - cyclone in porbandar
પોરબંદર : જિલ્લામાં એક તરફ વાવાઝોડાનો ખતરો મંડરાઇ રહ્યો છે. ત્યારે રેસ્ક્યુ માટે NDRFની ટીમ આવી પહોંચી છે. ત્યારે આ ટીમને લઈ જતી એક એસટી બસ કુંભારવાડા સુધી પહોંચતા એમાં એકાએક આગ લાગી હતી. પરંતુ આગની જાણ થઇ જતાં તાત્કાલિક ફાયરબિગ્રેડને બોલાવવામાં આવી હતી. ફાયરબ્રિગેડ દ્વારા પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો. આ આગની ઘટનામાં કોઇ જાનહાનિ થઇ ન હતી.