ગુજરાત

gujarat

ETV Bharat / videos

વાંકાનેરમાં આખલાનો આતંક, એકટીવા સવાર મહિલાને હડફેટે લીધી... વીડિયો વાઈરલ - latest news of Wankaner

By

Published : Aug 22, 2020, 9:53 PM IST

મોરબીઃ જિલ્લાના વાંકાનેર શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ દિવસેને દિવસે વધી રહ્યો છે. શહેરીજનો દ્વારા અનેકવાર રજૂઆત કરવામાં આવી હોવા છતાં કોઈ ઉકેલ આવ્યો નથી. વાંકાનેર શહેરમાં લીમડા ચોક નજીક સાંજના સમયે એક રઝળતા આખલાએ આતંક મચાવ્યો હતો અને થોડીવારમાં સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. રસ્તા પર એક્ટીવા પર જઈ રહેલા બે મહિલાને હડફેટે લેતા આખલો મહિલા માથે પડ્યો હતો. જેથી કરીને મહિલાને ઇજા થઇ હોવાનું જાણવા મળ્યું છે. પાલિકા પ્રશાસન મોટી દુર્ઘટના ઘટે તેની રાહ જોઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે.

ABOUT THE AUTHOR

...view details