કેશોદમાં પક્ષી બચાવો અભિયાન અંતર્ગત લોક જાગૃતિ રેલી યોજાઈ - સામાજિક વનિકરણ રેન્જ કેશોદ ફોરેસ્ટ સ્ટાફ
જૂનાગઢ: સરકાર દ્વારા કરૂણા અભિયાન ૨૦૨૦ અંતર્ગત વિવિધ શહેરોમાં ઘાયલ પક્ષી સારવાર કેન્દ્ર તથા હેલ્પલાઈન નંબર કાર્યરત કરવામાં આવ્યા છે. પક્ષીઓના બચાવ માટે લોકોમાં જાગૃતિ આવે તે માટે સામાજિક વનીકરણ રેન્જ કેશોદ દ્વારા કરૂણા અભિયાન અંતર્ગત કેશોદની હઠીસિંહજી વિનય મંદિરના વિદ્યાર્થીઓ દ્વારા પક્ષી બચાવો લોક જાગૃતિ રેલી યોજવામાં આવી હતી.