ગુજરાતમાં જ લીલા લહેર થઈ, જેવી બિયરની વાન પલટી કે પીતા...પીતા...બોટલો ઉઠાવી - પલટી મારી જતા અકસ્માત
પંચમહાલઃ જિલ્લાના જાંબુઘોડા હાલોલ રોડ પર બિયરની લૂંટ મચી હતી. જેમાં બિયર ભરેલી વાન પલટી જતા નીચે પડેલા બિયરમાંથી લોકો જેટલું લેવાય એટલું લઈ ગયા હતા અને ઘટના સ્થળ પર જ પીવાય એટલું પીવા પણ લાગ્યા હતા. મધ્યપ્રદેશથી બિયર ભરીને હાલોલ તરફ જતી મહેન્દ્રા પી કપ વાન પલટી માળી ગઈ અને પછી તો મદિરા પાન કરનારાને તો ગુજરાત માજ લીલા લહેર થઈ ગઈ અને આજુબાજુ ના લોકો અને રસ્તા માંથી પસાર થતા રાહદારીઓએ બિયરના ટીનની લૂંટ મચાવી હતી. જો કે પોલિસ આવે એ પેહલા તો આખી ગાડી લૂંટાઈ ગઈ હતી. આ તમામ બાબતો વચ્ચે વેન નો ચાલક ફરાર થઈ ગયો હતો અને પોલીસે ગાડી કબજે કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.