ભરૂચ: 11 વર્ષની બાળકી સાથે 45 વર્ષના આધેડે શારીરિક અડપલા કરતા ચકચાર - ભરૂચ સમાચાર
ભરૂચ: ઝઘડિયા તાલુકાના એક ગામમાં રહેતી 11 વર્ષની બાળકીને ગામમાં રહેતા 45 વર્ષીય ભગવત વસવાના બાળકો સાથે ગામની સીમમાં બકરા ચરાવવા ગઈ હતી અને તેની સાથે શારીરિક અડપલા કરી અનેઆ અંગે કોઈને કહેશે. જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બાળકી રડતી રડતી ઘરે જતા મામલો પ્રકાશમાં આવ્યો હતો. આ અંગે પરિવારજનોએ પોલીસનો સંપર્ક કરતા ઝઘડિયા પોલીસનો કાફલો ગામમાં પહોંચ્યો હતો અને બાળકીને મેડિકલ ચેકઅપ અર્થે ખસેડી હતી. પોલીસે આ મામલામાં દુષ્કર્મ અને વિવિધ કલમો હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.