વડોદરામાં રહેણાંક વિસ્તારમાંથી મગરના બચ્ચાનું રેસ્ક્યુ કરાયુ
વડોદરાઃ ગત રોજ પડેલા ધોધમાર વરસાદ બાદ શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતાં. જે બાદ શહેરમાં ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતાં. વડોદરાની મધ્યમાંથી વહેતી વિશ્વામિત્રી નદીમાં અસંખ્ય મગરો વસે છે. વરસાદ પડતાની સાથે જ મગર રહેણાંક વિસ્તારમાં દેખાવાના શરૂ થઈ ગયા હતાં. વડોદરા શહેરના કલાલી ગામે ગત રાત્રે વાઈલ્ડ લાઈફ રેસ્ક્યુ ટ્રસ્ટમાં કોલ આવ્યો હતો જેના આધારે આધારે વાઈલ્ડ લાઈફ રેસ્ક્યુ ટ્રસ્ટની ટિમ સ્થળ પર જઈને રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યુ હતું અને મગરના 4 ફૂટ લાંબા બચ્ચાને ઝડપી પાડી વન વિભાગને હવાલે કરવામાં આવ્યું હતું.