વડોદરાઃ ગાજરાવાડીમાં 150 વર્ષ જૂનું વૃક્ષ ધરાશાયી - વડોદરામાં વરસાદ
વડોદરા: શહેરમાં ગત 2 દિવસથી વરસાદ વરસી રહ્યો છે. જેને કારણે શહેરીજનો હાલાકીનો ભોગ બન્યા છે, તો બીજી તરફ વડોદરાના વિવિધ વિસ્તારોમાં વૃક્ષો ધરાશાયી થવાનો સિલસિલો પણ યથાવત છે. શુક્રવારે સવારે ગાજરાવાડીમાં આવેલું 150 વર્ષ જૂનું વૃક્ષ ધરાશાયી થયું હતું. આ ઘટનાની જાણ થતાં ફાયર બ્રીગેડ અને GEBની ટીમ સ્થળ પર પહોંચી હતી અને વૃક્ષને ધરાશાયી થયેલા વૃક્ષને દૂર કરવાની કામગીરી હાથ ધરી હતી.