સુરતમાં 80 વર્ષ જૂના જલારામ મંદિરમાં જન્મ જયંતી નિમિત્તે ભંડારા અને અન્નકુટનું આયોજન - 80-year-old Jalaram temple at Gopipura Bundelwad was 56.
સુરત: જિલ્લાના ગોપીપુરા બૂંડેલાવાડ ખાતે આવેલા 80 વર્ષ જૂના જલારામ મંદિરમાં વીરપુર મંદિરની હુબહુ પ્રતિકૃતિ ગોપીપુરા સ્થિત મંદિરમાં બનાવવામાં આવી હતી. તેમજ ભંડારા અને ભવ્ય અન્નકૂટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બાપાને છપ્પન ભોગનો થાળ પણ ધરાવવામાં આવ્યો હતો. જેમાં વિવિધ પ્રકારની અલગ-અલગ મીઠાઈઓ તેમજ વાનગીઓ ધરવામાં આવી હતી. વહેલી સવારથી મંદિર બહાર દર્શન માટે ભક્તોની લાંબી કતારો જોવા મળી હતી.