ગુજરાત

gujarat

ETV Bharat / videos

મહીસાગરના લુણાવાડા ખાતે 74મા આઝાદી પર્વની ઉજવણી - Independence Day celebration in lunavada

By

Published : Aug 15, 2020, 4:58 PM IST

મહીસાગરઃ 74મા આઝાદી પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી 15મી ઓગસ્ટ શનિવારે મહીસાગર જિલ્લાના મુખ્ય મથક લુણાવાડામાં પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવી હતી. સ્વાતંત્ર્ય દિનની ઉજવણી નિમિત્તે મહીસાગર જિલ્લા કલેક્ટર આર.બી. બારડની ઉપસ્થિતિમાં ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ પ્રસંગે જિલ્લા કલેક્ટરે પ્રાસંગિક ઉદ્દબોધન કર્યું હતું. ત્યારબાદ જિલ્લાની કોવિડ હોસ્પિટલ ખાતે ફરજ બજાવનારા કોરોના વોરિયર્સને પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું.

ABOUT THE AUTHOR

...view details