ગુજરાત

gujarat

ETV Bharat / videos

રાજ્યમાં વધુ 71 પોઝિટિવ કેસ નોંધાયા, ત્રણનાં મોત, કુલ સંક્રમિત 766 - 71 more positive cases were registered in the state

By

Published : Apr 15, 2020, 9:00 PM IST

ગાંધીનગર: રાજ્યમાં કોરોનાની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે. ત્યારે આજે આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિની પ્રેસ કોન્ફરન્સ યોજાઇ હતી. જેમાં દિવસ દરમિયાન કોરોનાના વધુ 71 પોઝિટિવ કેસો સામે આવ્યા હતા. જેમાંથી 46 કેસ તો અમદાવાદમાં જ નોંધાયા છે. તેમજ 5 લોકો સાજા થતા તેમને રજા આપવામાં આવી છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં 116 કેસ નોંધાયા છે. તેમજ 3 લોકોના મોત થયા છે. આ સાથે જ રાજ્યમાં કોરોનાના કુલ દર્દીની સંખ્યા 766 થઈ ગઇ છે.

ABOUT THE AUTHOR

...view details