અરવલ્લી: મોડાસા સબ જેલમાં કોરોનાનો પગપેસારો, 71 કેદી પોઝિટિવ - રેપિડ ટેસ્ટ
અરવલ્લી: જિલ્લામાં મોડાસામાં આવેલી સબ જેલમાં કોરોનાનો પગપેસરો વધ્યો છે. સોમવારે કરવામાં આવેલા ટેસ્ટમાં બે કર્મચારી અને 14 કેદીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. મંગળવારે વધુ કેદીઓના રેપિડ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાં બીજા 57 કેદીઓના રિપોર્ટ પણ પોઝિટિવ આવતા સબ જેલના કુલ 71 કેદી અને બે કર્મચારીઓ કોરોનાગ્રસ્ત થયા છે.