ગુજરાત

gujarat

ETV Bharat / videos

લોકડાઉનના કારણે મહીસાગરના 20 વિદ્યાર્થીઓ હરિયાણામાં ફસાયા - coronavirus news in india

By

Published : Mar 26, 2020, 9:55 AM IST

લુણાવાડા: છેલ્લા કેટલાંક સમયથી કોરોના વાઈરસ વિશ્વને ધમરોળી રહ્યો છે. ત્યારે દેશ પણ તેની ચપેટમાં આવ્યો છે. સરકાર દ્વારા તેને ફેલાતો રોકવા માટે અનેક પગલા લીધા પરંતુ નવા કેસો બંધ ન થતા તેની ગંભીરતા સમજી 24 તારીખ રાતથી લોકડાઉન સમગ્ર દેશમાં લાગુ કરી દેવામાં આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સમગ્ર દેશમાં લોકડાઉનની જાહેરાત કરતા કરફ્યૂ જેવો માહોલ છે. પંચમહાલ જિલ્લાના વેજલપુરમાં આવેલી જવાહર નવોદય વિદ્યાલયના 20 જેટલા વિદ્યાર્થીઓ લોકડાઉનથી હરિયાણાના અંબાલામાં ફસાયા છે. જેમાં 13 વિદ્યાર્થીઓ અને 7 વિદ્યાર્થીનીઓ છે. પરિવારજનો સરકાર દ્વારા કોઈ વ્યવસ્થા કરી વિદ્યાર્થીઓને વતન પરત લાવી શકાય તેવી માગ કરી છે.

ABOUT THE AUTHOR

...view details