ધ્રાંગધ્રામાં પોલીસ અને બુટલેગરો વચ્ચે 6 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું - ગુજરાતીસમાચાર
સુરેન્દ્રનગર: ધ્રાંગધ્રા પાટડીના માલવણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગેડીયા ગેંગનો આંતક છેલ્લા કેટલાક દિવસોથી વધુ જોવા મળી રહ્યો હતો. ગેંગના કેટલાંક શખ્સોને માલવણ પીએસઆઇએ પકડી પાડયા છે. જેથી માલવણ પીએસઆઇ પેટ્રોલિંગ દરમિયાન ગાડીનો પીછો કરતા બુટલેગરો ગાડી મુકી પોલીસ પર ફાયરિંગ કર્યું હતું. આ સમગ્ર ઘટનામાં એક વ્યક્તિને ગોળી વાગતા સામાન્ય ઈજા થઈ હતી. જેમને સારવાર અર્થ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. સમગ્ર મામલે વધુ તપાસ ધાંગધ્રા પોલીસ ચલાવી રહી છે.