કરજણ બંધના 6 દરવાજા ખોલવામાં આવ્યા, 62,000 ક્યૂસેક પાણી છોડવામાં આવ્યું - સાર્વત્રિક વરસાદ
નર્મદા: જિલ્લાના ઉપરવાસના વિસ્તાર ડેડીયાપાડા અને સાગબારામાં શનિવાર રાત્રિથી અત્યાર સુધીમાં 8 ઈંચ જેટલો વરસાદ ખાબકતા કરજણ ડેમમાં અને નદીમાં નવા નીર આવ્યા હતા. કરજણ બંધમાં લગભગ 70 હજાર ક્યુસેક જેટલી પાણીની આવક થતા રવિવારે કરજણ બંધના છ દરવાજા ખોલી 62 હજાર ક્યુસેક જેટલું પાણી કરજણ નદીમાં છોડવામાં આવ્યું હતું. જેના કારણે કરજણ નદી બે કાંઠે વહેતી થઈ હતી અને કરજણ નદી બે કાંઠે વહેતા કાંઠાના ખેતરોમાં પાણી પણ ભરાયા હતા. નદીનું આ રૌદ્ર સ્વરૂપ જોઈને રાજપીપળાના જનતા ખુશખુશાલ થઈ ગઈ હતી. જોકે તંત્ર દ્વારા કરજણ નદી કાંઠાના ગામોને સાવધ પણ કરવામાં આવ્યા હતા. હજી પણ સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. જેને કારણે કરજણ બંધમાં હજૂ પણ વધુ પાણીઆવવાની આશા છે.