કોરોના કહેરઃ ભૂજ સ્વામિનારાયણ મંદિર દ્વારા 51 લાખનું દાન અપાયું - latest news of covid 19
ભૂજઃ કોરોના કહેર વચ્ચે દેશભરમાં સંસ્થાઓ અને દાતાઓ પણ આર્થિક સહાય માટે આગળ આવી રહ્યા છે. ગુજરાતમાં પણ મદદ માટે મુખ્યપ્રધાને અપીલ કરી છે. ત્યારે ભીજ સ્વામિનારાયણ મંદિરે પણ મુખ્યમંત્રી રાહત ફંડમાં મંદિર તરફથી 51 લાખનું માતબર દાન આપવામાં આવ્યું છે. ભૂજ સ્વામિનારાયણ મંદિરના મહંત સ્વામીશ્રી ઘર્મનંદદાસજી, પાર્ષદ જાદવજી ભગત કોઠારી સ્વામી, દેવ પ્રકાશજી કોઠારી સ્વામી, સુખદેવ દાસજી સ્વામી, દિવ્ય સ્વરૂપ દાસજી અને ટ્રસ્ટી મંડળ દ્વારા ચેક અર્પણ કરવાની કાર્યવાહી હાથ ધરી હતી.