ગુજરાત

gujarat

ETV Bharat / videos

મોરબી જિલ્લામાં ખેતીના પાકની નુકસાનીનો સર્વે કરવા 50 ટીમની રચના કરાઈ - Heavy rain

By

Published : Sep 4, 2020, 4:20 PM IST

મોરબીઃ જિલ્લામાં અતિવૃષ્ટિના કારણે ખેતીના પાકમાં વ્યાપક નુકસાની થઈ છે. સમગ્ર જિલ્લામાં પાકની નુકસાનીનો સર્વે કરવા માટે જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા 50 ટીમની રચના કરવામાં આવી છે. મોરબી જિલ્લામાં અતિવૃષ્ટિના કારણે ખેતીમાં વ્યાપક તારાજી થઈ છે. આ અંગે મળતી વિગતો મુજબ કુલ મોરબી જિલ્લામાં 3 લાખ હજાર હેકટર જમીનમાં વાવેતર થયું છે. જોકે આ વર્ષે વાવેતર પણ સારું થયું છે. ભારે પડેલા વરસાદથી ખેતરોમાં પાણી ફરી વળતા 66,761 હજાર હેકટર જમીનમાં થયેલા વાવેતરને નુકસાની થઈ હોવાનો અંદાજ છે. જેમાં સૌથી વધુ મોરબીમાં 27,500 હેકટર, માળીયામાં 23 હજાર હેકટર, ટંકારામાં 9 હજાર 500 હેકટર, વાંકાનેરમાં 3 હજાર 400 હેકટર, હળવદમાં 3 હજાર 200 હેકટરમાં નુકસાન થયું હોવાનું અનુમાન છે. સૌથી વધુ પાકની વાત કરીએ તો તલ, મગ, ગવાર સહિતના પાકોને વ્યાપક નુકસાની થઈ છે. આ પાકની નુકસાનીનો સર્વે કરવા માટે 50 ટીમોની રચના કરવામાં આવી છે. જેમાં દરેક ટીમમાં તલાટી મંત્રી, ગ્રામ સેવક અને સહયોગ માટે સરપંચ, ઉપસરપંચ અને ખેડૂતો જોડાશે. 31 ઓગસ્ટથી પાકની નુકસાની સર્વેની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details