મોરબીમાં 5 બંદૂકધારીઓ ફિલ્મી ઢબે 6 લાખની લૂંટ ચલાવી - morbi news
મોરબી: જિલ્લામાં ધોળે દિવસે બેંક ઓફ બરોડાની મહેન્દ્રનગર ચોકડી નજીકની શાખામાં પાંચ બંદૂકધારીઓ સ્ટાફને બંધક બનાવી 6 લાખથી વધુની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા છે. સિક્યોરીટી ગાર્ડને માર મારી તેના હથિયારો પડાવી લીધા હતા અને બંદૂક સાથે ફિલ્મી સ્ટાઈલથી બેંકમાં ઘુસી સ્ટાફને બંધક બનાવ્યો હતો અને 6 લાખ લઈ તેઓ સ્વીફ્ટ કારમાં નાસી ગયા હતા. ઘટનાની જાણ થતા મોરબી સીટી બી ડીવીઝન પોલીસ તેમજ એલસીબી અને એસઓજી ટીમ બેન્કે દોડી ગઈ હતી અને ઘટનાની તપાસ ચલાવી હતી, તેમજ લૂટારૂઓને ઝડપી લેવા સમગ્ર જીલ્લામાં નાકાબંધી કરી દેવામાં આવી છે અને સીસીટીવી ફૂટેજને આધારે વધુ તપાસ ચલાવી છે