જામનગરમાં એક જ ગામના ચાર યુવકોનું અકસ્માતમાં મોત - દુઃખમાં ભાગીદાર
જામનગરઃ જિલ્લાના જામજોધપુર તાલુકાના ઝીણાવારી ગામમાં ચાર યુવકોના અકસ્માતમાં મોત નિપજતા ગમગીની છવાઈ ગઈ છે. ચારેય યુવકો દર્દીને લઈ રાજકોટ દવાખાને જઇ રહ્યા હતા. તે દરમિયાન ફલ્લા પાસે ઇકો કાર કેનાલમાં ખાબકતા ચારેય વ્યક્તિના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા. જામજોધપુરના ધારાસભ્ય ચિરાગ કાલરીયા અંતિમ યાત્રામાં હાજર રહ્યા હતા. ઝીણાવારી ગામે અકસ્માતમાં મૃત્યુ પામેલા ચારેય યુવકની સ્મશાનયાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાઈ દુઃખમાં ભાગીદાર બન્યા હતા.