અરવલ્લીના ભિલોડામાં 4 ઇંચ વરસાદ થતા નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ - rain in bhiloda
અરવલ્લી જિલ્લામાં લો પ્રેશર અને સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતા રાજ્યના કેટલાક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ પડી રહ્યો છે. ભિલોડા પંથકમાં 4 ઇંચ જેટલો વરસાદ ખાબકતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળ્યા હતા. ભિલોડાના નીચાણવાળા વિસ્તારો ચંદ્રપુરી સોસાયટી અને ગોવિંદનગરમાં આવેલા રહેણાંકના મકાનોમાં પાણી ઘુસી જતા ઘરવખરીને પણ ભારે નુકસાન થયું હતું. તો બીજી તરફ ભિલોડાની ઇન્દ્રાશી નદીમાં નવા નીર આવતા ખેડૂતોમાં પણ ખુશીની લહેર છવાઇ હતી .