જામનગર: 36 લોકોના કોરોનાના સેમ્પલ ટેસ્ટ કરાયા, 1 કેસ પોઝિટીવ - coronavirus condition overview
જામનગર: કોરોના વાઈરસનો કહેર વિશ્વભરમાં જોવા મળી રહ્યો છે. રાજ્યમાં હાલ બે જગ્યાઓ પર કોરોના વાયરસનું ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે. જામનગરની જી.જી. હોસ્પિટલમાં સરકારી કોરોના ટેસ્ટીંગ લેબોટરી કાર્યરત કરવામાં આવી છે. આજે રાજકોટથી લેવાયેલા સેમ્પલનો રિપોર્ટ પુના મોકલવામાં આવ્યો છે. જી.જી. હોસ્પિટલ ખાતે કોરોના વાઈરસ અંગે જામનગર અને અન્ય જિલ્લાઓ સહિત કુલ 36 સેમ્પલ ટેસ્ટ થયા છે. જેમાં 35 કેસ નેગેટિવ છે અને એક સેમ્પલનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. રાજકોટ -10, જામનગર -10, અમરેલી-1, ગીર સોમનાથ-1, કચ્છ-2, પોરબંદર-4, દેવભૂમિ દ્વારકા-1, ભાવનગર-5, જુનાગઢ-1 અને મોરબી જિલ્લાના-1 સેમ્પલના ટેસ્ટ કરવામાં આવ્યા છે. જામનગરની જી.જી. હોસ્પિટલ ખાતે કાર્યરત લેબમાં એક શીફટમાં 30 સેમ્પલ ચેક થઈ શકે છે. એક સેમ્પલ ચેક કરતા ચારથી પાંચ કલાકનો સમય લાગે છે.
Last Updated : Mar 19, 2020, 10:36 PM IST