રાજકોટમાં કોંગ્રેસ દ્વારા નવા ટ્રાફિક નિયમનો વિરોધ, 36થી વધુ કાર્યકર્તાઓની અટકાયત - કાર્યકર્તાઓની અટકાયત
રાજકોટ: શહેરના જિલ્લા પંચાયત ચોક નજીકથી કોંગ્રેસના 36થી વધુ કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી છે. શહેર કોંગ્રેસ દ્વારા આજથી ત્રણ દિવસની ધરણાની મંજૂરી માંગવામાં આવી હતી, પરંતુ પોલીસ દ્વારા કોંગ્રેસને ધરણાની મજૂરી આપવામાં આવી ન હતી. જેને લઈને આજ વહેલી સવારે કોંગ્રેસ શહેર પ્રમુખ અશોક ડાંગર સહિતના કોંગી નેતાઓ જિલ્લા પંચાયત ચોક ખાતે આવી પહોંચતા તમામ કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી હતી. રાજકોટ કોંગ્રેસ દ્વારા ટ્રાફીકના નવા નિયમો વિરૂદ્ધ ધરણાં યોજવાનું અયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ કોંગી કાર્યકર્તાઓ ધરણાં યોજે તે પહેલા જ તેમની અટકાયત કરવામાં આવી છે.