લોકડાઉન-4: વલસાડ જિલ્લાનો ગ્રાઉન્ડ રિપોર્ટ - વાપીમાં કોરોના વાયરસના 34 કેસ
વલસાડ: વાપીમાં સતત કોરોના વાયરસના કેસમાં વધારો થઇ રહ્યો છે. ત્યારે જિલ્લામાં અત્યાર સુધીમાં 34 કેસ નોંધાઇ ચૂક્યા છે. જેમાં વપીમાંથી 20 કેસ નોંધાયા છે. વાપીના ચલા વિસ્તાર, ગોંડલ નગર વિસ્તાર અને ગુંજન વિસ્તારમાં કેસ નોંધાતા વહીવટીતંત્ર અને આરોગ્ય વિભાગ સજાગ બન્યું છે.