જામનગરમાં 31stની ઇવેન્ટને ના મંજૂરી, શહેરમાં નહિ લાગે કરફ્યુ - જામનગર લોકલ ન્યુઝ
જામનગરઃ રાજ્ય સરકારે રાજ્યના મેગા સિટીમાં સાંજે10 થી સવારના 6 સુધી કરફ્યુની જાહેરાત કરી છે. ત્યારે ઈટીવી ભારત સાથે ટેલીફોનક વાતચીતમાં અધિક કલેક્ટર રાજેન્દ્ર સરવૈયાએ જણાવ્યું કે, જામનગરમાં અન્ય શહેરની જેમ કરફ્યુ લાદવામાં નહીં આવે. સોશિયલ મીડિયા પર શહેરમાં કરફ્યુના મેસેજ વાયરલ થયા હતા. શહેરમાં દર વર્ષે 31st પર 20 થી 25 ઈવેન્ટો યોજાતી હોય છે પરંતુ આ વર્ષે એક પણ ઈવેન્ટને મંજૂરી મળી ન હોવાથી ઇવેન્ટ મેનેજમેન્ટ સાથે સંકળાયેલા લોકો આર્થિક મુશ્કેલીમાં મુકાશે, ખાસ કરીને કલાકારો તેમજ ડીજે વર્ષ દરમિયાન થર્ટી ફર્સ્ટની પાર્ટીમાં જ કમાણી કરતા હોય છે. જો કે આ વર્ષે એક પણ ઈવેન્ટ ન યોજાતા ઇવેન્ટ આયોજકોને બેથી ત્રણ કરોડનું નુકસાન જશે.