વલસાડના 12 સેન્ટરમાં 3144 વિદ્યાર્થીઓએ NEETની પરીક્ષા આપી, 1032 વિદ્યાર્થીઓ ગેરહાજર - In Valsad, students took the Nit exam
વલસાડઃ જિલ્લામાં રવિવારના રોજ 12 કેન્દ્ર પર નિટની પરીક્ષા લેવામાં આવી હતી, જેમાં 1032 વિધાર્થીઓ ગેરહાજર રહ્યાં હતા. પરીક્ષા દરમિયાન કેન્દ્રમાં દરેક વિદ્યાર્થીઓને પ્રવેશ દ્વાર આગળ સેનીટાઈઝર તેમજ વિશેષ ચેંકિંગ કર્યા બાદ જ પ્રવેશ આપવા દેવામાં આવ્યો હતો. જિલ્લામાં 12 સેન્ટરમાં કુલ નોધાયેલા 4176 વિધાર્થીઓ પૈકી 3144 વિદ્યાર્થીઓએ નિટની પરિક્ષાઓ આપી હતી. જ્યારે 1032 વિદ્યાર્થીઓ ગેરહજાર રહ્યા હતા. નોધનીય છે કે, દરેક સેન્ટર ઉપર પોતાના પુત્ર પુત્રીને પરીક્ષા આપવા માટે લઈને આવેલા વાલીઓ પણ સેન્ટરની બહાર જ બેસેલાં જોવા મળ્યા હતા, તો પરીક્ષા બાદ વિદ્યાર્થીઓ પણ સમગ્ર વર્ષનો ભાર ઊતર્યો હોય એ રીતે તેમના ચેહરે એક આનંદની લકીર જોવા મળી હતી.