ગુજરાતથી 30 હજાર પત્રો કારગીલના જવાનો માટે મોકલાયા - Indian Army
અમદાવાદ: નેશનલ કેડેટ કોપ્સ ગુજરાત દ્વારા કારગીલ વીર જવાનો માટે 30 હજાર પત્રો અમદાવાદ જંકશનથી ઉધમપુર રવાના કરવામાં આવ્યા છે. 1999ના ભારત પાકિસ્તાન યુદ્ધમાં શહીદ થયેલા ભારતીય જવાનોને ભૂલાય નહીં તે માટે અત્યારે ત્યાં તૈનાત સૈનિકોને જુસ્સો વધારવા આ પત્રો મોકલવામાં આવ્યા છે. આ પત્રોનું ફ્લેગીંગ મુખ્યપ્રધાન વિજય રૂપાણી દ્વારા કરવામાં આવ્યું હતું. રવિવારે કાલુપુર રેલવે સ્ટેશનથી પ્રયાગરાજ-અમદાવાદ-કટરા ટ્રેન દ્વારા ઉધમપુર મોકલવામાં આવ્યા છે. આ કાર્યક્રમમાં એનસીસીના ગ્રુપમાં કમાન્ડર બ્રિગેડિયર નિરવભાઈ રાયઝાદા ઉપસ્થિત રહ્યા હતા. બોર્ડર પરના દરેક સૈનિકને એક પત્ર અપાશે. 26 જુલાઈએ યોજાનાર રેલવે અને NCC ના કાર્યક્રમમાં આ વાતનો ઉલ્લેખ કરવામાં આવશે.