ધરમપુરમાં 3 યોજનાનો વીડિયો કોન્ફરન્સ દ્વારા શુભારંભ કરાયો - ધરમપુરના તાજા સમાચાર
વલસાડ: જિલ્લાના ધરમપુર ખાતે રાજ્ય સરકાર દ્વારા સાત પગલાં ખેડૂત કલ્યાણના અંતર્ગત વધુ 3 યોજનાનો વીડિયો કોન્ફરન્સ દ્વારા મુખ્યપ્રધાને શુભારંભ કરાવ્યો છે. ફળ, ફૂલ, શાકભાજી વેચાણકારોને વિના મૂલ્યે છત્રી, સીમાંત ખેડૂતો અને ખેત મજૂરોને સ્માર્ટ હેન્ડ ટુલ્સ કીટ અને કાંટાળી તારની વાડ માટેની યોજનાઓના શુભારંભ કાર્યક્રમમાં વન અને આદિજાતિ વિકાસ રાજ્યપ્રધાન રમણલાલ પાટકરના અધ્યક્ષસ્થાને યોજાયો હતો.