કચ્છમાં તણાઈ આવેલા ચરસનો જથ્થો વેચવા જતા પગડિયા માછીમાર સહિત 3 ઝડપાયા - પ્રફુલ્લ બારીયા
કચ્છઃ મુન્દ્રા તાલુકાના પ્રાગપર ચાર રસ્તા પાસેથી પોલીસે 3 ઇસમોને ચરસના 5 પેેકેટ સાથે ઝડપી લીધા છે. થોડા સમય પહેલા કચ્છના દરિયામાં તણાઈ આવેલા આ પેકેટ પગટિયા માછીમારોએ સંતાડી મહિનાઓ બાદ વેચવા કાઢતા પોલીસે તમામને બાતમીના આધારે ઝડપી લીધા હતા. પોલીસના જણાવ્યા મુજબ પ્રાગપર ચોકડી પાસે ચરસના પેેકેટ સાથે રામજી વેલા કોળી, નરેશ શાહ અને પ્રફુલ્લ બારીયાને ઝડપી લેવામાં આવ્યા છે. આ તમામ પેકેટની કિંમત રૂપિયા 7.5 લાખ છે. મુન્દ્રા પોલીસે આ આરોપીઓ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.