સુરેન્દ્રનગરઃ ચોકડી ગામે તળાવમાં ડૂબવાથી એક જ પરિવારના 3 સભ્યોના મોત - drowned in a lake
સુરેન્દ્રનગરઃ ચૂડા તાલુકાના ચોકડી ગામમાં આવેલા તળાવમાં 3 લોકોના ડૂબવાથી મોત થયાં છે. રાજુબેન પોતાના 5 વર્ષીય પુત્ર મયૂરને સાથે રાખીને તળાવમાં કપડા ધોવા ગયાં હતાં. આ દરમિયાન મયૂર તળાવમાં ડૂબ્યો હતો. જેથી મયૂરને બચાવવા માટે 27 વર્ષીય માતાએ પણ તળાવમાં ઝંપલાવ્યું હતું. જેથી રાજુબેન અને મયૂરને ડૂબતા જોઈને 30 વર્ષીય બાબુએ પણ તળાવમાં ઝંપલાવ્યું હતું. જેમાં મયૂર, રાજુબેન અને બાબુભાઈ ત્રણેયના મોત થયાં છે.