ટીંટોઈ SBI બેન્કના 3 કર્મીઓ કોરોના સંક્રમિત, 4 દિવસ બેન્કનું કામકાજ બંધ - અરવલ્લી ન્યૂઝ
અરવલ્લીઃ જિલ્લામાં ભિલોડા, ધનસુરાની બેન્કના કર્મચારીઓ કોરોનામાં સપડાયા બાદ મોડાસા તાલુકાના ટીંટોઈ ગામની સ્ટેટ બેન્ક ઑફ ઇન્ડિયાના એક સાથે 3 કર્મચારીઓ કોરોના સંક્રમિત થતા ત્રણેય કર્મચારીઓને હૉમક્વોરેન્ટાઇન કરવામાં આવ્યા છે. ઉપરાંત બેન્કનું કામકાજ સ્થગીત કરવામાં આવ્યું છે. ટીંટોઈ ગામની SBI શાખાના 3 કર્મચારીઓ કોરોના સંક્રમિત થતા બેન્કના ગ્રાહકોમાં ભય ફેલાયો હતો. આ ત્રણેયની સ્થિતિ સામાન્ય હોવાથી આરોગ્ય તંત્રએ હોમક્વોરેન્ટાઈન કરી દીધા છે. કર્મચારીઓ કોરોના સંક્રમિત થતા બેન્કનું કામકાજ ચાર દિવસ માટે બંધ કરી દેવામાં આવ્યું છે. આરોગ્ય તંત્રએ બેન્ક સૅનેટાઇઝ કરવાની સાથે બેંક વિસ્તારને કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરવા તજવીજ હાથધરી છે.