ગુજરાત

gujarat

ETV Bharat / videos

નર્મદાના ઓરી ગામમાં વન્ય પ્રાણીઓના શિકાર માટે આવેલા 3 ઈસમોની ધરપકડ - hunting animals in Ori village of Narmada

By

Published : Dec 10, 2019, 6:09 AM IST

નર્મદાઃ જિલ્લાના ઓરી ગામની સીમમાં આવેલા જંગલમાં 9 જેટલા ઈસમોએ મોર તેમજ સસલા અને અન્ય પ્રાણીઓનો શિકાર કરવાના ઇરાદે ફરી રહ્યા હતા.તે સમય દરમિયાન નર્મદા લોકલ ક્રાઈમ બ્રાન્ચના અધિકારીને મળેલી બાતમી અનુસાર એક જગ્યાએ રેઇડ કરતા જ 3 જેટલા ઇસમોને બંધુક સહિત ઝડપી પાડયા હતા. બાદમાં અન્ય તેમના સાથીદારો પણ અલગ જગ્યાએ હોય ત્યાંથી પણ 3 ઈસમો હથિયાર સાથે ઝડપાઇ ગયા હતા. આ રેઇડ દરમિયાન 3 જેટલા ઈસમો નાસી જવામાં સફળ રહ્યા હતા. પોલીસે સ્થળ પરથી હાથ બનાવટની 2 નંગ સિંગલ બેરલ બંધુક પકડી હતી, અન્ય સામાન ચેક કરતા 45 ગ્રામ દારૂખાનું, 4 સુતળી બૉમ્બ, 30 નાના છરા, 7 મોટા છરા આરોપી પાસેથી જપ્ત કર્યા છે. વધુંમા 6 મોટર સાયકલ, 6 મોબાઈલ પણ જપ્ત કર્યા છે. આમલેથા પોલીસ સ્ટેશને 2 અલગ અલગ ગુના દાખલ કરાયા છે, પોલીસે આર્મ્સ એકટની કલમ - 25(૧)(૧-બી) અને IPC 114 મુજબ ગુના દાખલ કર્યા હતા તેમજ આરોપીઓને કોર્ટમાં રજુ કરી રિમાન્ડની માંગણી કરીને સત્ય બહાર લાવવાની વાત SP રાજેશ પરમારે કરી હતી. તેમજ રિમાન્ડ દરમિયાન અન્ય કોઈ વન્ય પ્રાણીનો અગાઉ શિકાર કર્યો છે કે કેમ ? તે અંગે પણ પૂછપરછ કરાશે જરૂર પડે વન્ય પ્રાણી એક્ટ મુજબ પણ કાર્યવાહી થશે તેવુ પણ જણાવાયું હતું.

ABOUT THE AUTHOR

...view details