બરવાળામાં ઝેરી પદાર્થ ખાવાથી 27 પશુઓના મોત - પશુઓના મોત
મોરબીઃ શહેર નજીકનાં બરવાળા ગામમાં એક બાદ એક કુલ 27 જેટલા પશુઓના મોત નિપજ્યા હતા. ગ્રામજનો પાસેથી પ્રાપ્ત થયેલી માહિતી અનુસાર મૃતક પશુઓમાં મોટાભાગના આખલા છે અને કોઈ ઝેરી પદાર્થ ખાવાથી પશુઓના મોત થયા હોવાનું અનુમાન છે. કોઈ ઈસમો દ્વારા આખલા જેવા પશુઓને ઝેરી પદાર્થ ખવડાવી મોતને ઘાટ ઉતાર્યા હોય તેવી આશંકાને પગલે ગ્રામજનોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે.