લુણાવાડામાં ડેન્ગ્યુના 26 કેસ આવતા જિલ્લા આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું - મહીસાગર આરોગ્ય વિભાગ
મહીસાગર: જિલ્લાના લુણાવાડામાં ડેન્ગ્યુના 26 કેસ સામે આવ્યા છે. જેથી જિલ્લા આરોગ્ય વિભાગ હરકતમાં આવી ગયું છે અને આરોગ્ય વિભાગ દ્વારા 23 આરોગ્યની ટીમ બનાવી સમગ્ર લુણાવાડા શહેરમાં સઘન કામગીરી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત આરોગ્યની ટીમ રહેણાંક વિસ્તરોમાં જઈને પત્રિકાઓનું વિતરણ કરી રહીં છે. જેમાં ડેન્ગ્યુથી બચવા માટે કઈ પ્રકારની તકેદારી રાખવી વગેરે જેવી બાબતો અંગે લોકોને જાગૃત કરી રહી છે. આ સાથે જ આરોગ્યની ટીમ ફીવર સર્વેલન્સની કામગીરી અને લોહીના નમૂના લઈ આરોગ્યની ચકાસણી પણ કરી રહી છે. જેથી કરીને ડેન્ગ્યુને વધતો અટકાવી શકાય.