કોરોનાની મુક્તિ માટે અંકલેશ્વરની હઝરત હલીમ શાહ દાતાર દરગાહ ખાતે 2551 દીવડા પ્રગટાવાયા - વિશ્વમાંથી કોરોના મુક્તિ
અંકલેશ્વરઃ વિશ્વ આખું કોરોનાથી મુક્ત થાય તે માટે અંકલેશ્વરની હઝરત હલીમ શાહ દાતાર દરગાહ ખાતે દુઆ ગુજારવામાં આવી હતી. લોકોએ દરગાહમાં 2551 દીવડા પ્રગટાવીને પ્રાર્થના કરી હતી. અનલોક-1માં ધાર્મિક સ્થળો ખોલવાની મંજૂરી મળી છે, ત્યારે કોરોના સામે રક્ષણ મેળવવા લોકો ઈશ્વર અને અલ્લાહ પાસે પહોંચ્યા છે અને સ્વસ્થ રહેવાની કામના કરી રહ્યા છે.