ગુજરાત

gujarat

ETV Bharat / videos

ભાવનગરમાં નદી પસાર કરવા જતાં 25 વર્ષીય યુવક તણાયો, બીજા દિવસે મળ્યો મૃતદેહ - મહુવા રુલર પોલીસ

By

Published : Jul 1, 2020, 10:51 AM IST

ભાવનગરઃ મંગળવારે ઓઠા, બગદાણા વિસ્તારમાં પડેલા ભારે વરસાદને કારણે મહુવાના તરેડી ગામે ખડખડીયો નદીમાં ભયાનક પૂર આવ્યું હતું. આ પૂરમાં ખેતમજૂરી કરી પરત ફરી રહેલા લાલજીભાઈ ગુજરીયા નામનો 25 વર્ષીય યુવક નદી પસાર કરવા જતાં નદીના પાણીમાં તણાયો હતો. આ યુવકની લોકોએ ભારે શોધખોળ હાથ ધરી હતી, પરંતુ બીજા દિવસે સથરા ખાતેથી આ યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. આ બનાવના પગલે મહુવા રુલર પોલીસ ત્યાં દોડી ગઈ હતી અને લાશને પીએમ માટે મોકલી આપી જરૂરી કાગળ પરની કાર્યવાહી હાથ ધરી હતી.

ABOUT THE AUTHOR

...view details