નર્મદા કેનાલ બ્રિજ પરથી દારૂની હેરાફેરી કરતા શખ્સની LCBએ ધરપકડ કરી - vadodara latest news
વડોદરા: અડીરણ ગામની સીમમાં નર્મદા કેનાલ બ્રિજ પરથી GJ-16 પાસિંગની કાર LCBની ટીમે પકડી હતી. જેમાં પોલીસે કારની તપાસ કરતા દારૂની 244 બોટલો મળી આવી હતી. તેમજ પોલીસે કાર ચાલક નરેશ રામેશ્વર કેન્દુલકરની ધરપકડ કરી હતી. પોલીસે કિંમત રૂ. 27,600નો દારૂ, ફોન અને કાર મળી કુલ રૂ. 1.28 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.