જૂનાગઢ: 24 કલાક ફરજ બજાવતા પોલીસ જવાન માટે સમાજ સેવકો વ્હારે આવ્યા - corona latest news
જૂનાગઢઃ કોરોના વાઇરસનો રાજ્યમાં કહેર યથાવત છે. ત્યારે લોકોની સુખાકારી અને આરોગ્ય માટે સતત અને 24 કલાક જાહેર માર્ગો પર પોતાની ચિંતા કર્યા વગર ફરજ બજાવતાં પોલીસ કર્મચારીઓ અને આરોગ્ય કર્મીઓની જૂનાગઢની સામાજિક સંસ્થાઓએ ચિંતા કરી છે અને સંકટની ઘડીમાં શક્ય બને તેટલી મદદ કરવાનો નિર્ધાર વ્યક્ત કર્યો છે.