નર્મદા ડેમના 30માંથી 23 ગેટના સર્વિસનું કામ પૂર્ણ - Work Narmada Samachar
નર્મદાઃ સરદાર સરોવર નર્મદા બંધ ખાતે 1 માસથી પ્રિમોન્સૂન કામગીરી ચાલુ કરવામાં આવી છે. આ વર્ષે નર્મદા બંધ પોતાની 138.68 મીટરની મહત્તમ સપાટી સુધી ભરવાની શક્યતાઓને કારણે નિગમ દ્વારા આ કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ચોમાસુ આગામી દિવસોમાં શરૂ થશે એટલે એ પહેલા નર્મદા બંધના 30 રેડિયલ ગેટમાંથી 23 ગેટનું કામ પૂર્ણ કરી દેવામાં આવ્યું છે. જે 30X 30 મીટરના ગેટ છે અને 7 ગેટ 30 X 26 મીટરના છે. જે સરળતાથી અપ એન્ડ ડાઉન થાય કોઈ ઇમર્જન્સીમાં ગેટ ખોલવાનો વારો આવે તો આ અટોમેટિક ગેટ ખુલી શકે એ માટે ખાસ એજન્સી દ્વારા તમામ 30 ગેટોને સર્વિસિંગ કરવામાં આવી રહ્યું છે. જેમાં 30 માંથી 23 ગેટનું કાર્ડિયલ કમ્પોઉન્ડ લિકવીડ દ્વારા સર્વિસિંગ પુર્ણ કરવામાં આવ્યું છે.