રાજકોટ કોંગ્રેસ દ્વારા 2000 N-95 માસ્કનું વિતરણ કરાયું - રાજકોટ કોંગ્રેસે માસ્કનું વિતરણ કર્યું
રાજકોટઃ શહેર કોંગ્રેસ દ્વારા સોમવારે N-95 માસ્કનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું. હાલ કોરોનાની મહામારી દરમિયાન રાજકોટ મહાનગરપાલિકા અને રાજકોટ પોલીસ દ્વારા માસ્ક નહીં પહેરનારા લોકો પાસેથી દંડ ઉઘરાવવામાં આવે છે. જેથી શહેરીજનોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે. જેને લઈને કોંગ્રેસ દ્વારા માગ કરવામાં આવી છે કે, પોલીસ અને મનપા દ્વારા લોકો પાસેથી દંડ ઉઘરાવવાના બદલે તેમને ગુણવત્તાયુક્ત માસ્ક આપવામાં આવે. ઉલ્લેખનીય છે કે સોમવારે રાજકોટ કોંગ્રેસ દ્વારા સામાજિક સંસ્થાને સાથે રાખી શહેરના સ્વામીનારાયણ ચોક, ગુરુપ્રસાદ ચોક, આનંદ બંગલા ચોક, મવડી ચોકડી તેમજ માયાણી ચોકમાં અંદાજે 2000 જેટલા N-95 માસ્કનું વિતરણ કરવામાં આવ્યું હતું.