વિસનગરમાં શ્રમજીવીઓ માટે 2000 ફૂડ કિટો તૈયાર કરાઈ
મહેસાણાઃ ભારત સહિત વિશ્વમાં કોરોના વાઈરસની મહામારી ફેલાઈ રહી છે. વડાપ્રધાને આપેલા 21 દિવસના લોકડાઉનનો આજે ચોથો દિવસ છે. સામાન્ય રીતે શ્રમજીવી પરિવારોમાં રોજ કમાવવું અને રોજ ખાવા જેવી સ્થિતિ હોય છે. ત્યારે આવા પરિવારોને મદદરૂપ થવા વિસનગરની સેવા ભાવિ સંસ્થાઓ દ્વારા 2000 જેટલી કરીયાણુ ભરેલી રાશનની કીટ તૈયાર કરવામાં આવી છે. જેમાં હળદર, મરચું, મીઠું, તેલ, દાળ, લોટ સહિત રસોઈ માટે જરૂરી ચીજ વસ્તુઓ પેકીંગ કરવામાં આવી છે. આ 2000 જેટલી ફૂડ કિટો વિસનગર શહેર અને તાલુકાના શ્રમજીવીઓનો એક સર્વે કરી તેમજ સોશિયલ મીડિયા માધ્યમથી સંપર્ક કરી ઠેર ઠેર વિતરણ કરવામાં આવશે.