મહેસાણામાં એક જ દિવસમાં 20 કોરોનાગ્રસ્ત દર્દીઓના અંતિમ સંસ્કાર થયા - mahesana news
મહેસાણાઃ સમગ્ર દેશમાં કોરોનાની બીજી લહેર સતત વધતી જોવા મળી રહી છે. ત્યારે મહેસાણા જિલ્લામાં પણ કોરોનાના કેસો વધી રહ્યા છે, બીજી તરફ એક્ટિવ કેસોના આંકડા પણ વધી રહ્યા છે. કોરોનાની આ અસરના કારણે મહેસાણામાં 13 અને વિસનગરમાં 7 મૃતદેહના અંતિમ સંસ્કાર એક જ દિવસમાં કરવામાં આવ્યા છે. જો કે, મહેસાણા જિલ્લામાં 20થી વધુ કોરોના સંક્રમિતોના મોત થયા હોય તેવી માહિતી સામે આવી રહી છે.