સંતરોડ ખાતે વાહન ચેકીંગ દરમિયાન મોટી સંખ્યામાં હથિયારો ફેંકી 2 યુવાનો ફરાર - Panchmahal News
પંચમહાલ: દાહોદથી ગોધરા તરફ આવતા 2 બાઈક સવાર ઈસમો પોલીસ સાથે બોલાચાલી કરી તેમની પાસે રહેલી કોલેજ બેગ ફેંકી ફરાર થયા હતા. બાઈક સવાર બન્ને ઈસમો બાઈક તેમજ કોલેજ બેગ છોડી ભાગ્યા હતા. કોલેજ બેગની તપાસ કરતા મોટા પ્રમાણમાં ગેરકાયદેસર હથિયારો મળી આવ્યા હતાં. જેમાં દેશી બનાવટની પિસ્તોલ તેમજ તમંચા મળી 13 જેટલા હથિયારો મળી આવ્યા છે. બન્ને ઈસમો સંતરોડની આસપાસના વિસ્તારોમાં ભાગ્યા હોવાનું અનુમાન કરવામાં આવી રહ્યું છે. મોટી સંખ્યામાં મળી આવેલા હથિયારોને લઈને પંચમહાલ અને દાહોદ જિલ્લા પોલીસ દ્વારા આરોપીને ઝડપવા અલગ અલગ ટીમો બનાવી શોધખોળ હાથધરી છે.