હિંમતનગરમાં કોરોનાના વાયરસના 2 શંકાસ્પદ દર્દી દાખલ, તંત્ર વિભાગમાં હલચલ - સાબરકાંઠા તાજા સમાચાર
સાબરકાંઠાઃ કોરોનો વાયરસ દિન-પ્રતિદિન સમગ્ર વિશ્વમાં વધી રહ્યો છે. ત્યારે સાબરકાંઠાના હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં વધુ બે દર્દીઓ દાખલ કરાતા આરોગ્ય વિભાગમાં હલચલ સર્જાઇ છે. જો કે, બંનેના રિપોર્ટ હજુ બાકી છે. ભારત સહિત સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસને વૈશ્વિક મહામારી જાહેર કરાઈ છે. જો કે, સાબરકાંઠાના હિંમતનગર સિવિલ હોસ્પિટલ ખાતે વધુ બે દર્દીઓને શંકાસ્પદ લક્ષણોના આધારે દાખલ કરાયા હોવાની સમ્રગ જિલ્લામાં ખળભળાટ સર્જાયો છે. સાબરકાંઠા હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં કોરોના વાયરસ અંતર્ગત આઇસોલેશન વોર્ડ તૈયાર કરાયા બાદ અત્યાર સુધીમાં 7 જેટલા દર્દીઓ દાખલ કરાયા હતા હાલ 2 વ્યક્તીઓને દાખલ કરાયા છે.
Last Updated : Mar 11, 2020, 5:42 PM IST