સુરેન્દ્રનગર એસીબીની ટ્રેપમાં નગર નિયોજક કચેરીના બે કર્મીઓ ઝડપાયા
સુરેન્દ્રનગરઃ શહેરના બહુમાળી ભવન ખાતે આવેલ નગર નિયોજક કચેરીના જુનિયર નગર નિયોજક યશભાઈ દિલીપભાઈ દવે અને નિવૃત્ત આસિસ્ટન્ટ તુલસીભાઈ ગણેશભાઈ પરમાર લાંચ લેતા એસીબી ટ્રેપમાં રંગે હાથે ઝડપાયા હતા. આ બનાવની ફરિયાદી દ્વારા ફરિયાદ કરતા ફરિયાદીની ખેતીની જમીનમાં મકાન બનાવવા માટે પ્લાન પાસ કરાવવા માટે રૂ. 12000/- ની લાંચ માંગી હતી. જે પૈકી રૂ. 7000/- ની લાંચ લેતા બંનેને સુરેન્દ્રનગર એસીબીએ છટકું ગોઠવી ઝડપી પાડયા હતાં. આ બંને કર્મીઓ ઝડપાતા બહુમાળી ભવનની કચેરીઓમાં કર્મચારીઓમાં ફફડાટ ફેલાયો હતો.