ગુજરાત

gujarat

ETV Bharat / videos

ભાવનગરના એક જ વિસ્તારમાં બીજી કલાકે બીજી હત્યાથી ચકચાર - Bhavnagar Police

By

Published : Dec 21, 2020, 8:35 AM IST

ભાવનગર: શહેરમાં એક કલાકમાં બીજી હત્યા પ્રકાશમાં આવતા ખળભળાટ મચ્યો હતો. શહરમાં બીજા યુવકની હત્યાની ઘટના હદનગર વિસ્તારમાં બની હતી. યુવકને તીક્ષ્ણ હથિયાર વડે હુમલામાં ગંભીર રીતે ઇજાગ્રસ્તને એ.એસપી દ્વારા સારવાર અર્થે પોતાના વાહનમાં હોસ્પિટલ ખસેડતા સારવાર પહેલા જ મોત થયું હતું. પોલીસે હત્યા કરનારાને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. સાંજના સમયે રેલવે વિભાગમાં કામ કરતા જયદીપ બાબુભાઇ મકવાણા પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરવામાં આવતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. યુવક પર હથિયાર વડે હુમલો થયાની ઘટનાની જાણ થતાં જ એ.એસપી સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. ઇજાગ્રસ્ત યુવક ગંભીર હાલતે જોતા એ.એસપી દ્વારા સારવાર અર્થે પોતાના પોલીસ વાહનમાં લઇ હોસ્પિટલ ખાતે દોડી ગયા હતા, પરંતુ હોસ્પિટલ સારવાર મળે તે પહેલા જ યુવકનું મોત થયું હતું.

ABOUT THE AUTHOR

...view details